Header Ads Widget

Responsive Advertisement

Ticker

HOLI SPECIAL


 હોળી !!! હોળી તો મારો પ્રિય તહેવાર છે . શું તમને પણ હોળી ખુબજ પસંદ છે ?? શું તમે પણ આ તહેવાર ને ખુબજ ધૂમધામ થી માનવો છો ?? હોળી તેહવારજ એવો છે કે બધાને ખુબજ ગમે છે .અને તેના રંગ આપણા જીવન માં જેટલા પણ દુઃખ આવેલા હોય તેને એક દમ થી ગાયબ કરી અને આપણા જીવન ને રંગબેરંગી બનાવી નાખે છે . આજે હું તમારી સાથે કાયક આવુજ શેર કરવા માંગુ છું . 


અમારું ગામ એક અનોખું  ગામ છે . જેનું નામ જાફરાબાદ છે . અરેબિયન સી ના વચ્ચે આ ગામ વસેલું  છે .ખુબજ અનોખું અને પ્યારું ગામ છે અહીંયાના લોકો પણ ખુબજ દયાળુ અને ગામ જેવા પ્યારા છે .શું તમે તમે આ ગામ નું નામ સાંભળ્યું છે ?? શું તમે જાણો છો કે અહીંયા કેવી રીતે હોળી ને મનાવે છે ?? નહિ !! તો આજે હું તમને આજ વિષે જણાવીશ કારણ કે હું પણ આ ગામ માંજ રાહુ છું . 




સૌ થી પેહલા તો હું ખુબજ ગર્વ અનુભવું છું કે હું આવા એક અનોખા ગામ માં રાહુ છું .અહીંયા હોળી નો તહેવાર કાયક અલગજ રીતે ઉજવવામાં આવે છે . શાયદ બીજા કોઈ શહેર કે ગામ માં આવી રીતે હોળી નહીં ઉજવતા હોય !. અહીંયા હોળી ના રંગ થી તો બધા લોકો હોળી રામેજ છે પણ એની સિવાય પણ કહીક અનોખું પણ લોકો રમે છે એ પણ ખુબજ આનન્દ થી અને મોજ મસ્તી થી . તમે વિચરતા હશો કે આવું તો શું હશે ??.

અને એ છે ગેર !! ગેર?? આ તો વળી શું નવીન માં છે ? લાગે છે ને કાયક નવું ? હા ! સમજો તો આ કાયક અનોખું અને નવુજ છે . મારા માટે નહીં તમારા માટે !! 



બધા લોકો જાણો છો કે હોળી હવે નજીકજ આવી રહી છે . બધા હોળી ના તહેવાર માટે ખુબજ ઉત્સાહિત પણ હશે . અને અમારા ગામ માં પણ લોકો ખુબજ ઉત્સાહિત છે કેમ કે ગેર જો રમવાની છે .હોળી ના બે દિવસ પેલાજ આ ગેર નીકાળવામાં આવે છે અને એ પણ રાત્રે . હોળી ના બે દિવસ પેલા જ રાતે બધા લોકો એક જગ્યા એ ભેગા થાય . જગ્યા નું નામ છે બંદર ચોક .અહીંયા બધા લોકો અલગ અલગ વેશ બદલી ને કે પછી કાય પણ જુદા અને અનોખા વસ્ત્ર માં આવે છે . કોઈ કોઈ સાથે ઢોલ ,પીપોડી ,આવી બધી વસ્તુઓ પણ લાવે છે . 


આ ગેર ફક્ત પુરુષોજ રમે છે . અને એવું નથી કે સ્ત્રીઓ માટે નથી પણ આ અનોખું ખેલ જોવા માટે સ્ત્રીઓ પણ આવે છે . બધા લોકો સૌ સૌ ના મંડળ પ્રમાણે ટોળું વળી ને રક બીજા નો હાથ પકડી અને ગોળ ચકળ માં ગીત ગાતા ગાતા ગેર રામે છે . આવા કેટલાય મંડળ પોત પોતાના મડલ માં  આવી રીતના ગેર રમતા જોવા મળે છે . એમજ જ ઢોલ લાવ્યા હોય તે પણ સરસ મજાની બે સીધી લાઈન માં ઉભી અને અલગ અલગ બિટ્સ માં ઢોલ વગાડતા જોવા મળે છે . ગેર આમને આમ તો નય પણ તેમાં ડીજે પણ હોય છે જેનાથી બધા લોકોને ખુબજ આંનદ થી ડિસ્કો કરતા જોવા મળે છે . આ ગેર માં પોલીસ ને પણ મુકવા માં આવે છે જેથી ધ્યાન રહે કે કોઈ ઝગડો ના થાય કારણ કે ગામ ના બધાજ લોકો ત્યાં હોય છે અને ભીડ પણ ખુબજ હોય છે .

 



બધા લોકો ખુબજ ધૂમધામ થી ગેર રમતા હોય છે . આ ગેર ૪ દિવસ નીકાળવામાં આવે છે . ૨ દિવસ હોળી ના પેહલા અને એક હોળી અને ધુળેટી ના દિવસે . હોળી ના બે દિવસ પેહલા રાત્રે નીકળે અને હોળી ધુળેટી માં બોપરના નીકળે . બંને દિવસ આંકી આખી રાત ગેર રામે જેમાં ડીજે , ઢોલ , પીપોડી ,બધી વસ્તુઓ હોય છે. .હોળી ના દિવસે બોપરના ના ગેર રામે છે અને રાત્રે હોલિકા ના દર્શન માટે સૌ લોકો જાય છે . ધુળેટી ના દિવસે સવારના બધા લોકો રંગો થી ખુબજ આનંદ થી રામે છે અને બોપરે ગેર માટે ભેગા થાય છે . 


છેને અનોખું વાતાવરણ ? એટલેજ તો અહીં બધા લોકો હોળી માટે ખુબજ ઉત્સાહિત હોય છે . હું જાણું છું કે આમ બધા ગામ માં અને શહેર માં અલગ અલગ રીતે હોળી ને ઉજવવામાં આવતી હશે પણ હું એવી આશા રાખું છું કે આમારા ગામ ની હોળી તમને કાયક નવીન જ લાગી હશે !!..

             "HAPPY HOLI TO ALL"

Post a Comment

0 Comments