Header Ads Widget

Responsive Advertisement

Ticker

beautiful women | must ask why ?? | short motivational article |

                                                 


 શું તમે પણ એક સ્ત્રી છો ? શું તમારા મન માં પણ બૌ બધા સવાલ છે ? શું તમને પણ આ સવાલો ના જવાબ જોઈએ છે ? શું તમે પણ પોતાના પગ પર ઉભા થવા માંગો છો ? તમે પણ કાય નવું અને અનોખું શીખવા માંગો છો ? આવા સવાલ પૂછવા બેશસૂ તો ઘણા સવાલ ઉભા થશે અને તમારા માંથી  કેટલી સ્ત્રીઓ હશે જે આ બધુજ કરવા માંગતી હશે . હું પણ એક સ્ત્રી જ છું એટલે તો આજે આ આર્ટિકલ દ્વારા તમને આ બધા સવાલો ના જવાબ કેવી રીતે મળશે અને શું કરશો તો મળશે આ બધુજ આજે હું તમને કાઈશ. 


આપણને ભગવાનએ સ્ત્રી સુકામ બનાવી છે ? આ સવાલ ખુદને પૂછો . મારા પ્રમાણે તો એટલે કે આપણે જે પીડા સહન કરી શકીયે છે તે કોઈ પુરુષ ના કરી શકે . અને આપણે આપણા પર ગર્વ હોવો જોઈએ કે આપણે એક સ્ત્રી છે .! "હવે આપણા માં સહન કરવાની શક્તિ છે તો એનો મતલબ એ તો નથી ને કે કોઈ પણ આપણે કાય પણ કહે કે પછી આપણા પર આંગળી ઉઠાવે તો આપણે એને પણ સહન કરી લેશું !!. નહીં બિલકુલજ નહીં !. આપણા માંથી એવી કેટલીક સ્ત્રીઓ હશે જે આવું કરે છે .


                         


 આપણને ભગવાન એ એટલી બધી શક્તિ આપી છે કે આપણે બાળક ને પણ નવ મહિના પેટ માં રાખી અને તેને જન્મ આપી શકીયે છે , એટલી બધી પીડા સહન કરીને આપણે બાળક ને જન્મ આપી શકીયે છે તો વિચારો કે આપણે આપણા બળ પર કેટલું બધું અનોખું અને નવું કરી શકીયે છે જે આજના સમય માં સ્ત્રીઓ સમાજ ના ડર થી કે પછી કોઈ પણ કારણ થી નથી કરતી . જેમ એક પુરુષ ને અધિકાર મળે છે એજ અધિકાર સ્ત્રીઓ ને પણ મળવો જોઈએ . સ્ત્રી અને પુરુષ ને સમાજ માં સરખોજ માન સન્માન મળવું જોઈએ .


આજના સમય માં પણ આવી ઘણી બધી જગ્યા છે જ્યાં આપણને આવું જોવા નથી મળતું . પુરુષો ને તો બધોજ અધિકાર મળે છે પણ રહી વાત સ્ત્રી ની તો આમ નહીં કરો તેમ નહીં કરો બહુ બધું કહી અને એને કાય નવું શીખવા ને જોવા મળતું નથી .ઘરમાં માબાપ પણ રોક ટોક કરતા હોય છે . શુકામ ?? ખુદને સવાલ કરવાનો સમય ગયો હવે . જોવ તમારે પણ કાય નવું કરવું હોય કે પછી તમારા બળ પર તમારે ઉભું થવું હોય તો આ સવાલ ખુદને નય સમાજ ને કરો જેની સોચ અને નજર બંને બૌ નીચું છે .!! તમારા ઘરમાં આ સવાલ કરો જે  તમને બધીજ વાત માં રોકે છે , બહાર જવાની ના પાડે છે , ઘરમાં તમારો ભાઈ હોય એને સવાલ કરો કેમ એને કોઈ વાત પર ટોકતા નથી ? કેમ મનેજ બધી વાત ની ના પાડે છે ? શું તમે તમારા બળ પર ઉભા ના થઈ શકો ? તમને કોઈ અધિકાર છેજ નય ? શુકામ ? પૂછો આ સવાલ તમારા ઘરમાં , સમાજ ને , ભાઈ ને અને એના જવાબ માંગો . 



આપણે આ સવાલ ના જવાબ માંગિશુ તોજ આ સમાજ ની સોચ માં સુધારો આવશે .આપણે એક સ્ત્રી છે તો એનો પૂરો ફાયદો ઉઠાવો કારણ કે આપડા માં પુરુષો કરતા પણ વધારે શક્તિ છે ,આવડત છે . ચૂપ રેશું તો કહી જ થવાનું નથી . કહેવાય છેને "બોલે એના બોર વેહ્ચાય"!! તો અવાજ ઉઠાવી અને ગર્વ થી એક મન સન્માન વાળું જીવન જીવવું હોય તો આ સવાલ જરૂર પૂછજો . 

Post a Comment

0 Comments